પતંગિયુ કુદરતનું અતિ સુંદર સર્જન છે. એના અદ્ભુત રંગો, ખૂબ મુલાયમ પાંખ, નાજુક પાંખોથી ઉડતા રહેવાની સહજ હળવાશ! સતત ગતિશીલ એવું સર્જન સ્થિરતા માણતાં મળે અને તમને એ ક્ષણ કેમેરામાં કંડારવા માટે સહકાર આપે તયારે એવું લાગે કે ચંચળ પતંગિયુ સ્થિરતા થકી શીખવાડે છે કે મેડિટેશન આને કહેવાય!!!! પર્ણ સાથે, હવા સાથે એકરૂપ, સ્થિરતા માત્ર બહાર જ નહીં પણ અણુ અણુમાં! રંગ રંગના વિવિધ પતંગિયા આપણે જોયા હોય, સોમવારની સવાર થી વ્યસ્ત દિવસ ચાલુ થાય monday blues સાથે….. અને ભગવાન પતંગિયુ પણ વાદળી દેખાડે ! જાણે મન્ડે બ્લુ દૂર કરવાનો એક સરળ સહજ સૂચક સંદેશ આપ્યો એક સખી ના બગીચામાં ઢળતી સાંજે….
આમ પ્રભુ પતંગિયું થઈને મળે ત્યારે તેના સતત આશીર્વાદ આમ જ આપણી પર હોય છે જ તેવું લાગે.
#naturespeaks #BalanceForBetter #clickbydoc #doconmission
Butterflies are my favourite! Short life, active life…. no ego of colours and travelling light!
પતંગિયા ફૂલ કે પર્ણ પર બેસે તો કાંટા કે મૂળના વાંધા કાઢતા નથી!!! એ રંગો ની ઊડતી રંગોળી જેવા છે, એ રંગો બદલાતા નથી, રંગ દેખાડતા પણ નથી! એ માણસોથી જુદા છે… માણસોને ઘણું શીખવે છે… તમે કદી એક પતંગિયું બીજા પતંગિયા ને પીરસતા કે ખવડાવતા જોયું?! સ્વાભાવિક સ્વાવલંબી રહેવાનું શીખવે, નિજાનંદ થી ઊડતા રહેવાની શીખ આપે છે. ભગવાનની પીંછી ના આ નાજુક લસરકા જો તમને આકર્ષે તો માનવું કે સંવેદનશીલ વ્યક્તિ છો! #popthought #lessonsoflife #happiness #spreadingjoy